દિન જાગશે એવો જીવનમાં ક્યારે રે માડી જ્યાં
તું તું ન રહે, હું હું ન રહું (2)
તનની દીવાલ તૂટી જાયે, મનના દ્વાર ખૂલી જાયે - ત્યારે ત્યાં તું...
જ્ઞાની જ્ઞાનમાં તો સમાઈ જાયે રે માડી - ત્યારે ત્યાં તું...
પાપ ને પુણ્યના બંધન ત્યાં તો તૂટી જાયે રે માડી - ત્યારે ત્યાં તું...
દૃષ્ટિ ને દૃષ્ટાના ભેદ ત્યાં ભુલાઈ જાયે રે માડી - ત્યારે ત્યાં તું...
કર્તા ને કર્મના બંધન ત્યાં તો મટી જાયે રે માડી - ત્યારે ત્યાં તું...
કાળ પણ કાળમાં ત્યાં તો સમાઈ જાશે રે માડી - ત્યારે ત્યાં તું...
ભાવ ને ભાવિ પણ ત્યાં તો ભુલાઈ જાશે રે માડી - ત્યારે ત્યાં તું...
વિકારો ને વહાલની હસ્તી પણ મટી જાશે રે માડી - ત્યારે ત્યાં તું...
જ્યોતમાં તો જ્યોત મળી જાયે, બૂંદ સાગરમાં સમાઈ જાયે રે માડી - ત્યારે ત્યાં તું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)