ગોતીશ જ્યાં તું તારું સાચું ઠેકાણું
જાશે મળી તો તને પ્રભુનું તો ઠેકાણું
અંતરમાં જાશે જ્યાં તું ઊતરીને ઊંડો
જાશે મળી તને ત્યાં તો પ્રભુનું નજરાણું
ના ચમકી જાતો ત્યાં, ના અકળાઈ જાતો
તને તો ત્યાં જો તારું વિકૃત રૂપ દેખાણું
દેખાશે ત્યાં તો કંઈક એવું સાચું
જોઈને એમાં રહેશે મનડું તો મૂંઝાતું
વીત્યા કંઈક જનમો, વીતશે જો જનમો
બદલીશ નહિ જો તું તારું વૃત્તિનું ઠેકાણું
રાખીશ ભાવ સાચો, મળશે સફળતા સાચી
મળશે તને તો, તારું રે સાચું ઠેકાણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)