થાશે દૂર તો, તારો અંધકાર રે (2)
આતમના અજવાળા તો જ્યાં પથરાશે
કામ ના આવશે ત્યાં તો બીજા દીવડા રે (2)
આતમના અજવાળા વિના, થાશે ના દૂર તો અંધકાર રે
હશે અંધકાર જેવા અને જેટલા ઊંડા રે
પ્રગટાવજે અજવાળા આતમના તો તેજભર્યા રે
પ્રગટશે જ્યાં, રોક્યા ના રોકાશે
અંધકાર તો ત્યાં નવ રહેશે રે
દૂર થાતા, આંતર બાહ્ય અવરોધો
પૂર્ણરૂપે એ ત્યાં પ્રકાશી ઊઠશે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)