સમય રાહ ના જોશે કદી, કોઈની ક્યારે
ના પકડશે જો તું એને, મળે તને એ ત્યારે
રહી જાશે તું હાથ ઘસતો, રહી જાશે જોતો ને જોતો
ધરે કોઈ હાથ મૈત્રીનો, જો તારી તો સામે
પકડીશ ના જો એ હાથ તું, ના સમજાશે ખેંચાશે ક્યારે
રહી જાશે તું હાથ ઘસતો, રહી જાશે જોતો ને જોતો
લક્ષ્મી ચાંદલો કરવા આવે જ્યારે તારી સામે
મોં ધોવા જાશે તું જો ત્યારે
રહી જાશે તું હાથ ઘસતો, રહી જાશે જોતો ને જોતો
આફતોમાં ડૂબી ગળા સુધી જાશે તું જ્યારે
પ્રગટાવીશ ના શ્રદ્ધાદીપ હૈયે જો ત્યારે
રહી જાશે તું હાથ ઘસતો, રહી જાશે જોતો ને જોતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)