એકવાર તો જોયું રે, મેં મુખડું મારું તો મનદર્પણમાં
દેખાઈ મને, રેખાઓ વિકૃતિની મારી તો મારા મુખડામાં
રેખાઓ સદાએ રહી તો પડતી, સમજણ એની ના પડી
દેખાયું રૂપ તો જ્યાં સાચું, ફડક હૈયે તો ખૂબ પેઠી
અહમે ના જોવા દીધી, લોભ લાલચે તો દોડાદોડી કીધી
રેખાઓ વિકારોની, રહી ઉપસતી તો મારા મુખડામાં
સમજવા છતાં સમજણ ભાગી, કરાવી તો ફોગટ દોડાદોડી
ઊઠયો ચોંકી, થામી જોયું તો મુખડું રે મનદર્પણમાં
કોઈ તરકીબ કામ ના લાગી, દીધો હૈયે ઉત્પાત મચાવી
કરી લીધું નક્કી મનમાં, જાવું તો છે ‘મા’ ના ચરણમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)