મહેતો મારે નહિ, ભણાવે નહિ, એવા મહેતા પાસે ભણશો શું
દુઃખ પડે મિત્ર ઊભો ન રહે, એવા મિત્રને તો કરશો શું
ભીડ, અગવડે જે ધન કામ ન લાગે, એવા ધનને તો કરશો શું
જે બુદ્ધિ લોભ-લાલચે તણાઈ જાયે, એવી બુદ્ધિને તો કરશો શું
જે પ્રેમમાં અપેક્ષાઓ તો જાગે, એવા પ્રેમને તો કરશો શું
જે સેવામાં તો ખોટી લાલચ જાગે, એવી સેવાને તો કરશો શું
જે ભાવમાં તો વાસનાઓ જાગે, એવા ભાવને તો કરશો શું
જે ગતિ તને પાછી પાડે, રે એવી ગતિને તો કરશો શું
ખાતાપીતા જે ભૂખ્યા રાખે, એવી ભૂખને તો કરશો શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)