જીવતા ના દેખાઈ જેની ભલાઈ, મરતાં જીભે ચડી એની ભલાઈ
રે માનવ, તારા જીવનના જૂઠા વ્યવહારની છે રે આ સચ્ચાઈ
ખૂંચી કણાની જેમ જે આંખો, મીંચાતા આંખો, આંખો તારી અશ્રુથી ભીંજાઈ
દેખાયો જે આંખોમાં પ્રેમ, નિતરતો ટકરાતા સ્વાર્થે, આંખો ગઈ ટકરાઈ
ખુદની જરૂરિયાત સદા વરતાઈ અન્યની જરૂરિયાતે, આંખ તારી મીંચાઈ
જોયા સહુને ખાલી હાથે જાતા, વાત તોય હૈયામાં ના એ સમજાઈ
અન્યના દુઃખનું જડે કારણ જલદી, ખુદના દુઃખનું કારણ ના દેખાયે
જાતા સ્મશાને, રામનામ જાગે, માયામાં જાયે ફરી એ તો વિસરાઈ
ભૂલે તું કોણ છે, ભૂલે પ્રભુને, કાયાની માયામાં જાયે બધું ભુલાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)