કોઈ જન્મે ઝૂંપડીમાં, તો કોઈ જન્મે મહેલમાં
જેવું જેનું ભાગ્ય, જીવનમાં એમ મળતું જાય છે
કોઈ જનમતા આનંદે મહાલે, કોઈ જીવન દુઃખે ઊભરાય છે - રે જેવું...
કોઈને શરીરસુખ મળ્યું, કોઈ તો દર્દે પીડાય છે - રે જેવું...
કોઈ સ્વભાવે શીતળ રહે, કોઈ ક્રોધે જલતા જાય છે - રે જેવું...
કોઈને જગનો મિત્ર માને, કોઈના મિત્ર દુશ્મન થાય છે - રે જેવું...
કોઈ દેખાયે ઊંડા ઊંડા, કોઈ તો છીછરા વરતાય છે - રે જેવું...
કોઈના શબ્દ ઝીલવા જગ રહે તૈયાર, કોઈના શબ્દની ઠેકડી ઉડાવાય છે - રે જેવું...
કોઈ લાગે અંતરની પાસે, કોઈ તો દૂર ને દૂર થાય છે - રે જેવું...
કોઈ રહે ભલે આ જગમાં, જગથી એ તો જુદો દેખાય છે - રે જેવું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)