નમ્યો તે સહુને ગમ્યો, ઝાઝું નમ્યો, શંકાશીલ બન્યો
સમજી જે મૌન રહ્યો, મેદાન એ તો મારી ગયો
બે વચ્ચે જે ટપકી પડ્યો, કિંમત કોડીની કરી ગયો
તાકાત વિના જે બાખડી પડ્યો, ઇજ્જત ધૂળમાં મેળવી ગયો
ક્રોધે જે ધૂંધવાઈ ગયો, ક્રોધમાં કાબૂ ખોઈ બેઠો
ન કરવાનું કરી ગયો, પસ્તાવે એ તો જલતો રહ્યો
વિચાર વિના કૂદી પડ્યો, સામનામાં એ તૂટી પડ્યો
રાહ જોવું એ ભૂલી ગયો, હાથ ઘસતો એ રહી ગયો
અનિષ્ટને તો ઊત્તેજી રહ્યો, પરિણામે તો ચોંકી ગયો
ભૂલની ભૂલ જ્યાં સમજી ગયો, રાહ ખૂલ્લો કરી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)