હર રાત કાંઈ પૂનમની તો હોતી નથી (2)દુઃખ ને દાવત જગમાં કોઈ દેતું નથી,
દુઃખ તોયે દોડી આવ્યા વિના રહેતું નથી સુખનું જગત કાંઈ જૂદું હોતું નથી,
દુઃખનું ભી જગત કાંઈ જુદું હોતું નથી એકજ જગમાંથી બંને મળ્યા વિના રહેતું નથી
સૂર્ય ચંદ્રના કિરણો લેતા રહ્યાં માનવી સહુ જગમાં, અંધકાર હૈયે દૂર થયો નથી
હર માનવો દોષના ટોપલા, ગ્રહો ઉપર તો ઢોળ્યા વિના રહ્યાં નથી
માનવ માનવ ઉપર દોષના ટોપલા રહ્યાં છે ઓઢાડતા, એમાં કાંઈ નવાઈ નથી
પ્રભુની સૃષ્ટિની રચના તો જુઓ, જગમાં ખારા પાણીની તો કોઈ કમી નથી
માનવના હૈયાં પણ, ખારાશ વિના તો રહ્યાં નથી
જુઓ છો જગમાં જે જે, જરૂરિયાત ભલે જગમાં એની સમજાતી નથી
સમજે છે જરૂરિયાત પ્રભુ તો એની, માટે એને સર્જ્યા વિના રહ્યો નથી
પ્રભુ જગમાં કોઈને દુઃખી કરતો નથી, જગમાં ખુદના દુઃખમાંથી કોઈ બહાર આવ્યું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)