સમાવ્યા ધરતીએ કેટલાને, હિસાબ એનો નહિ જડે
આવશે કેટલા આ જગમાં, ના કોઈ એ કહી શકે
કંઈકે તો ધરતીને રે પાપથી રગદોળી
કંઈકે તો ધરતીને ધોઈ રે પુણ્યથી - સમાવ્યા
હિસાબ છે એનો તો જગમાં રે કર્તા પાસે
ના છુપાવી શકાશે એને તો લાખ કોશિશે - સમાવ્યા
ના રંક કે રાયના ભેદ, એણે હૈયે તો રાખ્યા
સમય સમય પર તો સહુને એણે સમાવ્યા - સમાવ્યા
દીધા માનવને ધરી ભંડાર, ફળ ફૂલ ને અન્નતણા
ધર્યો દાણો એક ધરતીને, ધરતીએ અનેક તો દીધા - સમાવ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)