નથી કીધો ગુનો તેં જગનો રે માડી
જગથી કાં તું છુપાઈ રહે છે
સંકલ્પથી તો સૃષ્ટિ રચે, તું તો માતા
જગના પાપ કાં તું નીરખી રહે છે
નથી જગમાં કોઈ તારો વેરી રે માતા
જગથી છતાં કાં તું છુપાઈ રહે છે
ધાર્યું થાયે સદાયે જગમાં તારું રે માતા
જગથી તોય કાં તું છુપાઈ રહે છે
નથી તારા સમાન જગમાં કોઈ રે માતા
જગથી તોય કાં તું છુપાઈ રહે છે
છે કાંઈ જે જગમાં, છે એ તો તારું રે માતા
જગથી તોય કાં તું છુપાઈ રહે છે
બની મજબૂર, દોડી દોડી આવે પાસે તું રે માતા
જગથી તોય કાં તું છુપાઈ રહે છે
છે ઉપાય સર્વે તારી પાસે રે માતા
જગથી તોય કાં તું છુપાઈ રહે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)