વેદ તો છે રે માડી તારી રે અમર વાણી રે
બ્રહ્માના મુખે રે તેં તો આ જગને ધરી રે
ઉપનિષદોમાં રે માડી, તેં એને ખૂબ સમજાવી રે
પુરાણોમાં તો માડી, તેં એને ખૂબ વિસ્તારી રે
ભક્તોની વાણીમાં માડી, તારી વાણી ગૂંથાણી રે
અજ્ઞાની એવા કંઈક મુખેથી, તારી વાણી ફેલાવી રે
ના જોયા જાતપાત, તેં તો વાણી તારી રેલાવી રે
યુગો વીત્યા, યુગો વીતશે, વાણી તારી અમર રહેવાની રે
ઝીલે એને જે જે, દે એને તું ભવસાગર તારી રે
ભરી ભરી છે એમાં જગની વાસ્તવિક્તા ભરી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)