પાર્શ્વનાથ પ્રભુ, તપ્યું તપ તમે રે એવું, પદ પામ્યા અરિહંતનું
દિન વીત્યા ને વર્ષો વીત્યા, યાદ કરે જગ નામ તો પાર્શ્વનાથનું
ઝેર હૈયાનું ઓગાળી દીધું, ફણીધરે શિર પર તો છત્ર રે ધર્યું
કૃપાભરી દૃષ્ટિ જગ પર તો કરી, જગને તો દૃષ્ટિમાં સમાવી દીધું
તપ્યા તપ તો તમે રે એવું, તપને તો ચેતનવંતું કરી દીધું
અરિઓને તો મિત્રો રે કીધાં, રહી ના હસ્તી કોઈ અરિઓની
હૈયાની હદ તો વિસ્તારી એવી, હૈયેહૈયું હૈયામાં તો ધબકી ગયું
દુઃખ-દર્દને તો એવું રે દળ્યું, દુઃખ પણ સુખમાં પલટાઈ ગયું
જગ ને જીવનના મેળ એવા મેળવ્યા, જીવન ઊજળું બની રે ગયું
સાચા રાહની કેડી કંડારી એવી, જગ સારું એના પર ચાલી રે રહ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)