રહી રહી રહીશ તું જગમાં ક્યાં સુધી, રે ક્યાં સુધી
લેશે તું શ્વાસો રે જગમાં, લખાયા હશે ત્યાં સુધી, ત્યાં સુધી
ના ક્ષણ વધશે કે ઘટશે, લખાવી આવ્યો જ્યાં તું ઉપરથી
રહેશે બનતા તો બનાવો, હશે ના કાબૂ એના ઉપર રે તારા
અંધકાર ઘેર્યા જીવનમાં પણ મળશે, તેજતણા લિસોટા
અજવાળી જાશે જીવન થોડું, સમજ ઉપરવાળાની છે કૃપા
અસંતોષે સળગી ના જાતો, સળગી જાશે તો જીવન તારું
કરવા છે મહામુલા, માનવજીવનના ઉપયોગ અનોખા
દાટ જીવનના વળી જાશે, ક્ષણે-ક્ષણે વિકારોએ શમી જાશે
રાખજે સદા અંકુશમાં એને, રાખજે અંકુશમાં એને તો તારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)