જવાનીએ જોશમાં, ભૂલો કરી નાખી ઘણી
બુઢાપાએ કિંમત તો એની ચૂકવવી રે પડી
ક્રોધે તો કાબૂ તોડી, અગ્નિ વરસાવી દીધી
મનને પસ્તાવામાં એને દીધી તો ડુબાડી
વેરની જ્વાળા હૈયામાં, કાબૂ બહાર જ્યાં બની
ગઈ હૈયાને એ જલાવી, આંખમાં અગ્નિ વરસાવી
કામવાસનાએ તૃપ્તિ કાજે તો દોડાદોડી કરી
શાંત હૈયાને, અશાંતિમાં એ તો ગઈ ઘસડી
ઈર્ષ્યા તો નયનોમાં આવીને ગઈ રે વસી
સાચી સમજ ને વિવેકને, ઠેસ એણે લગાવી
ખોટી ઝંખના, ખોટા ભાવો, હૈયાને ગયા હચમચાવી
ના આવ્યું કંઈ હાથમાં, મળી સમયની બરબાદી
સુખદુઃખની સ્થિતિ તો રહે સદાયે ફરતી
મનની શાંતિ વિના, જગમાં સંભવે ના મુક્તિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)