ઊંચે ઊંચે શું બેઠા છો પ્રભુ રે તમે, અમારી સાથે આવીને વસો રે તમે
દુઃખના રે દરિયા અમારા છે રે ઊંડા, આવી માપ કાઢો એનાં રે તમે
દૂર રાખ્યા નથી જગમાં જીવનમાં તમે, જીવનમાં રહ્યાં છો સાથે રે તમે
આવીને સાથે અમારી વસો રે તમે, સદા અમને તો, એ તો ગમે
કરવું શું જીવનમાં, કરવું ના શું રહો માર્ગદર્શન આપતા એ તો તમે
મૂંઝાઈએ જીવનમાં અમે રે જ્યારે જ્યારે, સાથેને સાથે રહો તો તમે
સમજણના સાગરમાં નહાવું છે અમારે, ગેરસમજના ખાબોચિયામાંથી બહાર કાઢો તમે
પ્રેમની પ્યાસ જાગી છે જ્યાં હૈયે, પ્રભુ પ્રેમની પ્યાસને બુઝાવો તમે
આવી સામે દર્શન દો એ તો ગમે, વિચારોમાં રહો સદા તો તમે ને તમે
નથી રહેવું હવે તો જુદા, તમારામાંને તમારામાં સમાવો અમને તો તમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)