છૂટે તીર કમાનમાંથી, પાછું એ તો નવ ફરે
કાં એ તો લક્ષ્ય વીંધે, કાં એ તો લક્ષ્ય ચૂકે
કર્મો તો જગમાં સદાયે થાતાં રહે
કાં એ સફળતાને વરે, કાં નિષ્ફળતાને વરે
મન તો જગમાં સદાયે ફરતું રહે
લઈ જાશે એ ઉપર કે નીચે, સંગ જેવો એ કરે
વેર બંધાતા, પોષાતા, સદાયે વધતું રહે
જો એ ના શમે, તો એ બરબાદી કરે
ભક્તિ કરતા કરતા જીવન જો વીતે
કાં એને દર્શન મળે, કાં એ તો ભૂખે મરે
ભૂખે કે શ્વાસે તો જ્યાં પ્રાણ ટળવળે
કાં એમાં એ મરે, કાં ન કરવાનું તો એ કરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)