તકદીર ના હોયે તો ના મળે, ફરિયાદ એની શી કરવી
હાથમાં હોયે જે ના રહે, ગણતરી એની શી કરવી
કરતા મહેનત દિલથી, ફળ આઘું ને આઘું જો રહે
નિરાશામાં ત્યારે જો ડૂબી જવાયે, ત્યારે એને ગણવું શું
કાર્યો થાયે અજાણતા અજાણ્યાથી, ત્યારે એને સમજવું શું
સાથ ગણેલું ભી જો પાર ના પડે, તેને ત્યારે કહેવું શું
સ્વપ્નમાં તો ચિન્હો મળે, જાગૃતમાં એ આવી મળે
જાગૃતમાં જોયેલું લુપ્ત બને, તેને ત્યારે કહેવું શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)