ભાવ કેરી દોરીએ બાંધીને હિંચકો, હિંચજે તું ઊંચે આકાશ
પાપ કેરી, તારી ધરતીને છોડી, ઊઠી ઉપર, તું હિંચજે આકાશ
પગ નીચેની તારી, ભૂલીને ધરતી, ઊઠી ઉપર હિંચજે તું વારંવાર
મુક્ત આકાશની મહાણી લે મજા, હોયે ભલે એ ક્ષણવાર
શ્રદ્ધા કેરી દોરી બાંધીને સાથ, થાજે ધીરજ ઉપર સવાર
જોજે ફરી ના પાછો નીચે પડતો, જ્યાં ઉપર ચડયો એકવાર
સમતુલન તારું ના જાજે ગુમાવી, હશે હવા ત્યાં અપાર
લપસણી નીચેની ધરતી પર, લપસ્યો છે તું વારંવાર
લાગશે ધક્કા વચ્ચે ખૂબ, લાગશે એ તો વારંવાર
ઉપર નહીં સાલે એકલતા, હશે સાથે તારો કિરતાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)