લાગી ગયા ધક્કા જીવનમાં, કદી પાપના, કદી પુણ્યના
શાંત મારી નાવને, ગયા હચમચાવી તો એ એવા
વિવશતાએ દીધા હાથ બાંધી એવા, છૂટી ગયા હલેસાં
કદી ચડી એ પુણ્યે ઉપર, કદી ખાધી પછડાટ પાપમાં
દીધી માયાના ચળકાટે, આંખને આંજી રે એવા
કદી પુણ્યે લાગી હલકી, લાગી ભારી પાપના પાણી ભરાતા
ચડી તોફાને તો નાવડી, ઊઠયાં તોફાન તો જ્યાં વૃત્તિના
અંધકાર ઘેરાયા, સૂઝે ના દિશા રે પ્રકાશ વિના
ટમટમતા તારલિયા પાથરશે તો પ્રકાશ કેવા
ઝંખું તેજ તારું રે માડી, કરવા દૂર અંધકાર મારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)