કરજે જીવનમાં હિંમતથી મુસીબતોનો તો સામનો
છે એ તો તારા જ કર્મોનો, તો સર્જેલો ગોટાળો
ના કાઢજે દોષ, એમાં રે તું તો અન્યનો - છે...
ભૂલ્યો રાહ, ગણતરી, કે માયામાં લપટાયો - છે...
ના લમણે દઈ હાથ, એમાં રે તું બેસતો - છે...
ના હતાશ, નિરાશ, એમાં રે કદી તું થાતો - છે...
પડશે તૂટી ના મુસીબતો, ક્યાંથી આગળ વધવાનો - છે...
મક્કમતાથી તૂટશે મુસીબતો, માર્ગ મોકળો થવાનો - છે...
ધરી ધીરજ, રાખી હિંમત, કરજે એનો સામનો - છે...
કરી ચિત્ત શાંત, કરજે વિચાર તું એના ઉપાયનો - છે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)