વહેતો જાયે, વહેતો જાયે, વહેતો જાયે રે
કાળનો પ્રવાહ તો સદાયે વહેતો જાયે રે
ના રોક્યો, એ તો રોકાયે રે - કાળનો...
જનમ્યું જગમાં જે-જે, તણાતું એમાં જાયે રે - કાળનો...
છે અનંત એ તો, અંત એનો ના દેખાયે રે - કાળનો...
જગના જગ તો, સમાતા જાયે રે - કાળનો...
પાપી, પુણ્યશાળી સહુને સમાવતું જાયે રે - કાળનો...
ના એની શરૂઆત કે અંત સમજાયે રે - કાળનો...
અવતારી, શક્તિશાળી સહુને સમાવતું જાયે રે - કાળનો...
શું સમાયું, શું ના સમાયું, એ ના કહેવાયે રે - કાળનો...
વગર યત્ને, સહુ એમાં તણાતું જાયે રે - કાળનો...
યુગો યુગોની ગણતરી પણ ત્યાં થંભી જાયે રે - કાળનો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)