કરજો રે વાત, જીવનમાં રે, સાચું જીવન જીવવાની
ના મરતાં મરતાં જીવવાની
કરજો રે કામો એવા જીવનમાં રે, ના વેળા આવે પસ્તાવાની રે
ના વેળા આવે પસ્તાવાની
કરજો રે કાર્યો એવા જીવનમાં રે, ના કોઈનું હૈયું દૂભવવાની
ના કોઈનું હૈયું દૂભવવાની
વિચારજો રે ના એવું જીવનમાં રે, કોઈની એબ ખોલવાની
કોઈની એબ ખોલવાની
સેવજો ના વૃત્તિ એવી રે જીવનમાં રે, અધવચ્ચે કોઈને રે છોડવાની
અધવચ્ચે કોઈને રે છોડવાની
મેળવજો એવું રે જીવનમાં રે, હરે ના શાંતિ એ હૈયાની
હરે ના શાંતિ એ હૈયાની
નીકળે ના એવા બોલ રે જીવનમાં રે, પડે મુશ્કેલ એને પામવાની
પડે મુશ્કેલ એને પામવાની
જોજો રે ના એવા સપના જીવનમાં રે, શક્ય બને ના પૂરા કરવાની
શક્ય બને પૂરા કરવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)