કરવો હોય જો જીવનમાં નશો, નશો ભક્તિનો તું કરી લેજે
બાંધવું હોય જો જીવનમાં, ભાથું પુણ્યનું તો તું બાંધી લેજે
કરવું હોય જો વેર તો જીવનમાં, વિકાર સામે વેર તું કરી લેજે
બનવું હોય જો મુક્ત તો જીવનમાં, માયાથી મુક્ત તો થઈ જાજે
દેવો હોય જો સાથ જીવનમાં, સત્કર્મોનો સાથ તો દેજે
હૈયે ભરવું હોય જીવનમાં, તો સંતોષ હૈયે ભરી લેજે
બેસવું હોય જો જીવનમાં, તો સત્સંગમાં બેસી જાજે
રાખવું હોય જો માન જીવનમાં, તો માનવતાનું માન રાખી લેજે
ગ્રહણ કરવું હોય જો જીવનમાં, તો સદ્દગુણો ગ્રહણ કરી લેજે
નાથવું હોય જો જીવનમાં, તો કુવિચારોને નાથી લજે
પામવું હોય જો જીવનમાં, તો પ્રભુચરણમાં સ્થાન પામી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)