વીતી રે ગયું, વીતી રે ગયું
આયખું મારું રે, વૃથા તો વીતી રે ગયું
કીધો ના સંગ તો સાચો રે
પાસું મારું તો અવળું રે રહ્યું - આયખું...
સમજ્યો ના તો સાચું
સમજ્યો જે સાચું, એ તો ખોટું રે ઠર્યું - આયખું...
યુવાનીના જોશે, માયાના સંગે રે
ન કરવાનું તો, બધુંએ થાતું રે ગયું રે - આયખું...
જોશ જવાનીનું ઘટયું, ભાન સમજાતું તો થયું
શરીર ત્યારે તો, હાથમાં તો ના રહ્યું રે - આયખું...
ભેગું-ભેગું કરવામાં, આયખું તો વીત્યું
લઈ જવા જેવું, ભેગું તો ના થયું રે - આયખું...
આયખું તો વીતતું ને વીતતું રહ્યું
પડી સમજ જ્યાં એની, ના હાથમાં કંઈ રહ્યું રે - આયખું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)