જનમે જનમે દેહ બદલાયો, બદલાઈ રે વૃત્તિ
છૂટી પૂર્વજન્મની દોરી રે, કેમે એને તો પકડવી
ના જાણું ખુદ આ જનમની રે, છૂટી કે સાથે આવી
તાતણાં પૂર્વજનમની વાસનાના રે, લઈ ગયા રે ઘસડી
છૂટા એ દોરો તો, દીધા છે ખૂબ એણે તો બાંધી
પડી ગાંઠ કોઈ એવી મજબૂત, બની મુશ્કેલ એને છોડવી
મારું-મારું તો ખૂબ કરાવ્યું, તોય ના એ તો અટકી
ઘસડી ઘસડી લઈ ગઈ ક્યાં મને તો, સમજ ના પડી
જનમની લંગાર સાચી કે, ભટકતી મારી રે વૃત્તિ
ઠરીઠામ ના જ્યાં એ બેસે, સંભવે ક્યાંથી રે મુક્તિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)