તું કરે છે જે જે પ્રભુ, સદા હિત જગનું છે એમાં તો સમાયેલું
સમજીએ ના જ્યાં એ, થઈ જાય છે ઊચું નીચું એમાં અમારું તો હૈયું
છે સમજશક્તિ લોભ લાલચથી ભરેલી, નથી પાસે દૃષ્ટિ તારા જેવી
થાતાંને થાતાં રહ્યાં છીએ જગમાં તો અમે એમાં તો, દુઃખીને દુઃખી
ચાહતો નથી કદી તું નુક્સાન અમારું, કરી રહ્યાં છીએ અમે અમારુંને અમારું
કરતા રહ્યાં અમે અમારું ધાર્યું, કર્યું ના કદી અમે તમે તો જે સૂચવ્યું
પૂજ્યા ઢોંગને, પૂજ્યા ધન દોલતો, કર્યું ના સાચું પૂજન તો તારું
કર્યું ના પૂજન જ્યાં તારું તો સાચું, હટયું ના હૈયેથી એમાં તો અંધારું
રહી પરિસ્થિતિ જીવનમાં અમારી, એમાં તો કથળતીને કથળતી
આવ્યા છીએ જ્યાં હવે શરણે તો તારા, લેજે હવે બધું તો સુધારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)