ભાવો મારા રે માડી, જગમાં કોના ચરણે રે ધરવા - રે
તારા ચરણો જેવા રે માડી, બીજા ચરણો ક્યાંથી ગોતવા - રે
જગના ખૂણે-ખૂણે રે માડી, તારા ચરણો તો પહોંચ્યાં - રે
નથી કોઈ હિસાબ એમાં રે માડી, નફાના કે તોટાના - રે
રાખજે મારી દૃષ્ટિ ને ભાવોને સ્થિર તો તારા ચરણોમાં - રે
મુશ્કેલીથી મળે ચરણ તારું, દેખાડજે, છે ભાવો મારે ધરવા - રે
જાશે જો એ બીજા ચરણે, નથી મલિન મારે એને કરવા - રે
કઠણ ને કોમળ ભી છે, છે મુશ્કેલ એવા ચરણો મળવા - રે
ના સંભળાયે અવાજ એના, છે એવા એ તો હળવા - રે
એકવાર મળી જાય ચરણ તારા, બીજા ચરણોને શું કરવા- રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)