થયા નથી મુક્ત અમે, એવું મેણું ન માર માડી, મેણું ન માર
આવશું મળવા અમે જલદી તને રે માડી, રહેજે તું તૈયાર
મૂક્યું છોડી ને હથિયાર માયાનું, કરશું બુઠ્ઠી એની રે ધાર
વીત્યા ભલે જન્મો, વીતવા ના દેશું રે, આ જનમ લગાર
તને સાલે, અમને ભી સાલે, વિયોગ તો હૈયામાં હદબહાર
આગળ પાછળ જંજાળ છોડી, મળવા તને કર્યો છે નિર્ધાર
વિજય માયાનો કે વિજય અમારો, રહેજે જોવા તું તૈયાર
રહીયે દાસ તો તારા, ના બનીએ દાસ માયાના, કરજે આ સ્વીકાર
તું છે અમારી, અમે તો તારા, કરજે અમારો સ્વીકાર
હસી ઊઠશે આંખો તારી, છલકાશે આનંદે હૈયું અમારું, આવશું તારે દ્વાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)