રે માડી, મારા પાપ હરો, પાપ હરો, પાપ હરો
ચંચળ ચિત્તને રે મારા, સ્થિર કરો - રે માડી...
દૃષ્ટિના વિકારો મારા દૂર કરો - રે માડી...
હૈયું મારું રે નિર્મળ કરો - રે માડી...
વાણીમાં મારી સત્યનું તેજ ભરો - રે માડી...
હૈયામાં મારા, શ્રદ્ધાનું બળ ભરો - રે માડી...
મારા અંતરમાંથી, ગર્વ હરો - રે માડી
કુવિચારો મારા દૂર કરો, સુવિચારોને સુદૃઢ કરો - રે માડી...
હૈયાની નિર્બળતા હરો, સંકલ્પે મને સ્થિર કરો - રે માડી
અંધકાર હૈયાનો મારો દૂર કરો - રે માડી...
તુજ સત્પ્રકાશે મારું હૈયું ભરો - રે માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)