રાખજે જીવનમાં, અમને રે માડી, હસતા હસતા
ના રડીએ રે દુઃખ અન્ય પાસે રે માડી, રડતાં રડતાં
સહીએ દુઃખ બધું જીવનમાં રે માડી, હસતા હસતા
કરવી નથી કોઈ પાસે કોઈ વાત રે માડી, રડતાં રડતાં
કરીયે મુસીબતોનો સામનો રે માડી, હસતા હસતા
તૂટી પડીયે ના જીવનમાં રે માડી, રડતાં રડતાં
રહેવું છે વધતા, જીવનમાં આગળ રે માડી, હસતા હસતા
માગવો નથી સાથ તારો રે માડી, રડતાં રડતાં
હરપળે ને હર વાતમાં, રાખજે રે માડી, હસતા હસતા
હસતાને કરીયે ના જીવનમાં રે માડી, રડતાં રડતાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)