હવે તો જાગ જરા, હવે તો જાગ જરા રે જીવ
લીધી નીંદ ખૂબ મીઠી માયાની - હવે...
કોઈ સત્કર્મોએ મળ્યો માનવ દેહ, ગુમાવજે ના વૃથા - હવે...
સપનામાં ખૂબ ડૂબ્યો, રાચ ના હવે સપનામાં - હવે...
દેશે સપના ખૂબ બહેકાવી, છે સપના મૃગજળ સમા - હવે...
વીત્યા દિન ખૂબ આળસમાં ને સપનામાં - હવે...
છે જિંદગી એક સપનું, સપનામાં સપના ના જો જરા - હવે...
ચાલવું છે જે ભૂમિ પર, રાખ નજર એના પર જરા - હવે...
પકડ, પહોંચાડે જે પ્રભુ ચરણે, છોડ બીજું બધું રે જરા - હવે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)