છે માત તું, છે માત તું, જગની તું માત છે
રાખે જગની સંભાળ તું, દિન ને રાત રે
ના સૂવે તું, ના સૂવે તું, જાગે જો તારો બાળ રે
રહે ભૂખી તું, રહે ભૂખી તું, રહે ભૂખ્યો તારો બાળ રે
રહે હસતી તું, રડતી તું, રહે હસતા રડતાં તારા બાળ રે
છે પાસે તું, દૂર તું, રહે સદા તું સાથ રે
કોમળ હૈયું તારું, જુએ બાળની વાટ રે
ના દેખાયે ભલે તું, ના કંઈ તારી નજર બહાર રે
લેતા જગની સંભાળ રે, થાકે ના તું માત રે
વહાલી લાગે રે તું, ભર્યું સદા હૈયે તારે વહાલ રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)