છે જગમાં તું એક રે સાચી, સાચો સાથીદાર છે
મૌન ધરી કહી દે છે રે માડી, મૌન જગનો સાર છે
રાખી આંખ ખુલ્લી માડી, કહી ખુલ્લી આંખ જગમાં રાખજે - મૌન...
રહે સદા ઊભી તું કહે, જગ કારણે તૈયાર ઊભો રાખજે રે - મૌન...
સોને મઢયો હાર ઉતારો, ભાવ તારો ના બદલાય છે - મૌન...
કાન સદા રાખી ખુલ્લા, કહે જગને કાજે ખુલ્લા રાખજે - મૌન...
હથિયાર તો સજ્યા ઘણા, ઉપયોગ કદીક કરતી જાય છે - મૌન...
પલકાવે ના આંખ તું પલકમાં, સમય વીતી જાય છે - મૌન...
રાખે સંભાળ જગના બાળની, માત જગની કહેવાય છે - મૌન...
જુએ ખોટી દૃષ્ટિએ જગને, બાજી જગની એ હારી જાય છે - મૌન...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)