પ્રભુના બારણેથી, કોઈ ખાલી હાથ જાતું નથી
ભર્યા હશે, ભાવ જેવા હૈયે, પામ્યા વિના એવું રહેતું નથી
કરી ગોટાળા, માગણી ને ભાવના, ગોટાળા વિના મળતું નથી
માગણી ને ભાવનો સમન્વય કર્યા વિના, ધાર્યું મળતું નથી
પામ્યા જે જે, હતા માનવ એ, પામ્યા વિના એ રહ્યા નથી
ખૂલશે ભાગ્ય તારું, છે એકાગ્રતા ચાવી, ચાવી બીજી નથી
હર કાર્ય પુરુષાર્થ માગી રહે, પુરુષાર્થ વિના ચાલવાનું નથી
કૃપાને, સફળતામાં ના દે ખપાવી, બનશે પાંગળો આથી
છે ભાગ્ય માનવના હાથમાં, મળે સદા એને પુરુષાર્થથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)