થાકી કોઈ આવ્યું, ભાગી કોઈ આવ્યું, જીવનમાં હારી કોઈ આવ્યું
ધરતીના ખોળે, વિના ભેદભાવે, સ્થાન તો સહુ કોઈ પામ્યું
કોઈ પાપના ભાર ભરી આવ્યું, કોઈ પુણ્ય પંથે ચાલી આવ્યું
કોઈ હસતું હસતું આવ્યું, કોઈ રડતું રડતું આવ્યું
કોઈ કર્મથી દાઝી આવ્યું, કોઈ કર્મોથી દઝાડતું આવ્યું
કોઈ રાજી થાતું આવ્યું, કોઈ ફરિયાદ કરતું આવ્યું
કોઈ અનેરો ખુદા બની આવ્યું, કોઈ સ્વામી બનતું આવ્યું
જગમાં જે જે જન્મી આવ્યું, સહુ તો ધરતી પર આવ્યું
કોઈ ફરિયાદ કરતું આવ્યું, કોઈ ગુણગાન ગાતું આવ્યું
અવિચળ ગુણો ધરતીના હૈયે ધર્યા, એ અવિચળ પદ પામ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)