સામે ને સામે, તોય ના દેખાય, તું રે માડી છે એવી રે તું
પાસે ને પાસે, તોય ના પહોંચાય તારી પાસે રે માડી, છે એવી રે તું
કદી સમજાયે, કદી ના સમજાયે તું રે માડી, છે એવી રે તું
અણુ અણુમાં વ્યાપે, આકાશને સમાવે રે માડી, છે એવી રે તું
કીડીને કણ ને હાથીને દેતી મણ રે માડી, છે એવી રે તું
વર્તમાનમાં રહી, ભૂતકાળની સાક્ષી રહે રે માડી, છે એવી રે તું
નિર્બળમાં ભી વસે, સબળ સહુ તુજથી રે માડી, છે એવી રે તું
અંધકારે ભી વસે પ્રકાશ તુજ થકી રે માડી, છે એવી રે તું
નિરાકારે વ્યાપ્ત રહે, સાકારે પ્રગટે રે માડી, છે એવી રે તું
જગમાં સર્વમાં વ્યાપી, તું લીલા કરે રે માડી, છે એવી રે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)