ચિત્ત મારું ચંચળ બનાવી રહી રે, હે મારી ચિતડાની ચોર
મન મારું નચાવી રહી રે, હે મારી મનડાંની મોર
કદી મને વ્યાકુળ બનાવે, કદી અશ્રુધારાએ નવરાવે રે
હે મારી ચિતડાની ચોર, હે મારી મનડાંની મોર
છે તું નખશીખ તો સુંદર કરે, ના કદી તું અમંગળ રે - હે...
કદી ત્રિશૂળનું તેજ પ્રગટાવે, કદી ઝાંઝર રણકાવે રે - હે ...
કદી ધીમા પગલે આવે, ક્યાં જાયે ના સમજાય રે - હે...
કદી મૌન ભાવે નીરખે, કદી આંખથી વરસાવે હેત રે - હે...
કદી આંખ સન્મુખ રહે, કદી ઓઝલ થઈ જાયે રે - હે...
કદી બને તું સાથી રે મારી, કદી વરસાવે હેત ભારી રે - હે...
કદી તું દુઃખે ડુબાડે, કદી તું સુખમાં હિંચાવે રે - હે...
જગ સારાની કરે તું ચિંતા, કરે સદા ચિંતા તું મારી રે - હે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)