તન કાજે માડી દીધું, સદાયે તેં તો અન્ન
આકાશે વિહરવા રે માડી, દીધું તેં તો મન
ધાર્યું મનનું થાતું આવ્યું, રહ્યું ત્યાં એ પ્રસન્ન
થોડું ભી ધાર્યું ના થયું, બન્યું ત્યાં એ ખિન્ન
ઢાંકવા તનને, સદાયે વસ્ત્ર તેં તો દીધું રે માડી
ના મળ્યું ઢાંકવા વસ્ત્ર મનને, ઢાંકી રહ્યા કરી દંભ
ચળકાટ ઝાઝો આવશે, શુદ્ધ થાયે જ્યાં કુંદન
ચળકી ઊઠશે સદા, નિર્મળ થાયે જ્યાં મન
પ્રભુમાંથી સદા એ પ્રગટયું, છે એ એનું વતન
ભાવે કરશો સદા નમન પ્રભુને, ના રહે ત્યાં મન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)