લોભ-લાલચની અણદીઠ લીટી, ઓળંગાશે જ્યાં
મનને તો ખેંચી જાશે, માનવને ત્યારે ક્યાંનો ક્યાં
ખેંચાયા, તણાયા, એમાં જ્યાં, ના ખુદ જાણશે એ શું કરવાના
છે પતનની એ તો સીડી, નીચે નીચે એ તો સરકવાના
મન તો જ્યાં નિર્બળ થાશે, વિકારો ઉપર તો ઊઠવાના
વિકારે વિકારે નિર્બળતા વધશે, મજબૂર ત્યાં બનવાના
એક દુર્ગુણ અનેક લાવશે, સાથી એના તો બદલાવાના
પ્રગતિની ગતિને એ તો, સદા એ તો રૂંધવાના
જાગૃતિ જ્યાં, રહે સદા એમાં, સુખી એ તો રહેવાના
ચિત્ત એનું સદા શાંત રહેશે, સુખશાંતિ એ પામવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)