કરજે ના તુલના તું, તારી સાથે, મારી રે માડી
છું હું તો નિર્બળ માડી, છે તું તો શક્તિશાળી
તારા પુણ્યપ્રતાપે પ્રકાશે છે રે, આ ધરતી સારી
છે તું તો નિષ્પાપ માડી, છું હું તો પાપી ભારી
નિત્ય પરિવર્તન થાતા જગમાં, છે બધું પરિવર્તનકારી
છે તું તો શાશ્વત રે માડી, છું નાશવંત દેહધારી
ગુણે ગુણે નામ બદલતી, છે તું સર્વ ગુણકારી
છે તું તો ગુણનિધિ, છું હું તો દુર્ગુણધારી
છે તું તો તેજપૂંજ માડી, સદા પ્રકાશમાં ગતિ તારી
અંધકાર ના પહોંચે તારી પાસે, છે અંધકાર મુજમાં ભારી
છે સકળ જગમાં તું વસી, છે અણુ અણુમાં હસ્તી તારી
છું હું તો એક બાળ તારો, છે તું તો માત મારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)