પ્રકાશ સામે પગલાં ભરતાં, પડછાયો ખુદનો ખુદને ના દેખાય
પ્રકાશથી દૂર જાતા, પડછાયો ખુદનો, ખુદની આગળ ધસતો જાય
સમુદ્રમાં વહેતી લહેરોમાં, ચંદ્ર તો નોખનોખો તો દેખાય
થાતા શાંત એ લહેરીઓ, સાચું દર્શન ચંદ્રનું તો થાય
ઉઠતા ઉપર, પડતાં દૃષ્ટિ નીચે, સહુ તો ત્યાં નાના દેખાય
સમાન ભૂમિકા પર જોતાં, માપ યથાર્થ તો કરી શકાય
અનંત જગમાં છે હદ તો સહુની, હદમાં તો સહુ થાતું જાય
હદની પાસે જ્યાં પહોંચે, પરિવર્તન ત્યાં તો શરૂ થાય
ગતિમય છે જગ આ તો, અનંતમાં તો ગતિ થંભી જાય
સહુનું ઉદ્દભવસ્થાન છે પ્રભુ, અંતે પ્રભુમાં સહુ સમાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)