અંતર આવેશો રહે સદા વહેતા રે
પ્રવાહ એના તો રહે સદા ધસમસતા રે
રહેવા સ્થિર તો એમાં સદાયે રે
બની મક્કમ, તું મક્કમતા ધરજે રે
કાં તું પ્રવાહમાં તરતા શીખજે રે
કાં તું પ્રવાહ રોકવા પ્રબળ બનજે રે
ના રહી શક્યા તો જે સ્થિર એમાં રે
તણાઈ ક્યાં ના ક્યાં એ પહોંચ્યા રે
પ્રવાહ તો છે એના એવાં મજબૂત રે
સ્થિર રહેવું મુશ્કેલ બને રે
સાચું તપ છે, રહેવું સ્થિર એમાં રે
રહ્યા સ્થિર એમાં, એ પામી ગયા રે
પ્રવાહ ક્યારે કેવા વહેશે, ના સમજાશે રે
હર પ્રવાહમાં તરવા તૈયાર રહેજે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)