મોત સહુના માથે ફરતું રહે, રહે ગાજતું એ દિનરાત
ક્યારે કોની ઉપર પડશે તૂટી, ના એ તો કહેવાય
વહેલા યા મોડા, મળશે એના ઝપાટા, સહુને જગમાંય
બચી ના શક્યું એમાંથી કોઈ, કર્યા ભલે કોટિ ઉપાય
સમજુઓએ સમજી લઈ, રહ્યા જીવનમાં તૈયાર
પળના એમણે વેડફી, પળ પણ મોંઘી ગણાય
ના રાહ જોઈ એણે કદી, ના ચૂક્યું સમય જરાય
ના જોશે રાહ એ તો તારી, સમજી લેજે આ મનમાંય
રાય કે રંકના ના રાખ્યા ભેદ, એણે તો જરાય
સહુને સમય પર ભેટયું, ચૂક્યું ના એ તો જરાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)