રાહ નથી જાણીતી મારી, પ્રભુની રાહે ચાલવા નીકળ્યો છું
પહેચાન નથી મને તો મારી, પહેચાન પ્રભુની કરવા નીકળ્યો છું
અલ્પ બનીને હું તો, વિરાટમાં સમાવા તો નીકળ્યો છું
સાકાર બનીને હું તો, નિરાકારમાં ભળવા નીકળ્યો છું
પ્રેમભરી ખૂબ હૈયે, પ્રેમસાગરમાં તો ડૂબવા નીકળ્યો છું
બાળ બની આજે હું તો, જગજનનીને મળવા નીકળ્યો છું
ભાવ ભરીને મુજ હૈયે આજે, ‘મા’ ને વધાવવા નીકળ્યો છું
પ્રભુનું એક કિરણ બનીને આજે, પ્રભુમાં વિલીન થવા નીકળ્યો છું
નિરાધાર સમજીને મુજને આજે, પ્રભુમાં આધાર શોધવા નીક્ળ્યો છું
અસહાય સમજીને, મુજને આજે, સહાય પ્રભુની પામવા નીકળ્યો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)