ચિંતા વિનાનો માનવી, જગમાં ના કોઈ મળે રે
કોઈ ઊઠતા ચિંતામાં ડૂબી, કોઈ ચિંતામાં ના સૂઈ શકે - ચિંતા...
કોઈ કરે તો આજની ચિંતા, કોઈ કાલની તો ચિંતા કરે - ચિંતા...
કોઈ કરે તો પોતાની ચિંતા, કોઈ તો પારકી ચિંતા કરે - ચિંતા...
કોઈને રહે પૈસાની ચિંતા, કોઈ તો તબિયતની ચિંતા કરે - ચિંતા...
કોઈને રહે મેળવવાની ચિંતા, કોઈ જાતું ના રહે, એની ચિંતા કરે - ચિંતા...
કોઈને તો ખાવાની ચિંતા, કોઈ તો પચાવવાની ચિંતા કરે - ચિંતા...
કોઈને શત્રુની ચિંતા, કોઈ ના મિત્ર મળે એની ચિંતા કરે - ચિંતા...
વિધવિધ રૂપની વિધવિધ ચિંતા તો આકાર ધરે - ચિંતા...
સહુ એક જ વાત તો સદાયે ભૂલે, ઉપરવાળો તો સહુની ચિંતા કરે - ચિંતા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)