સંદેશો શું પહોંચ્યો નથી મારો પ્રભુને, આવ્યા ના કેમ એ દોડી દોડી
હતો સંદેશો શું અધૂરો રે મારો, ઊણપ એમાં એણે તો કોઈ દીઠી
હતો સંદેશામાં તલસાટ શું ઓછો, કરવા એને પૂરી, આવ્યા ના એ દોડી દોડી
શું જોઈ રહ્યાં છે, એ રાહ તો મારી, કરું ક્યારે પૂરી, આવે ત્યારે એ દોડી દોડી
જાગી ગયો વિચાર ત્યાં હૈયાંમાં રે મારા, શું પ્રભુને કાંઈ મારી નથી પડી
ગૂંથાયેલા હશે શું, પ્રભુ કામોમાં એવા, આવવા એને ફુરસદ તો ના મળી
કોઈ મારી વાતનું, લાગ્યું એને રે શું ખોટું, પ્રભુ આવ્યા ના કેમ દોડી દોડી
લગાડતા નથી વાર એ તો કદી, કેમ વાર આજ એણે તો લગાડી
છે વ્યવહાર એનો રે સાચો, કયા કારણે વ્યવહાર આજે દીધો ભુલાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)