જડ એવા આ તારા શરીરમાં, પૂર્યા પ્રાણ તો કોણે
આ સકળ સૃષ્ટિ રચી છે, પૂર્યા પ્રાણ તો એણે
અગાધ એવા સમુદ્રમાં, ભર્યું અખૂટ જળ તો કોણે રે
અદીઠ રહીને જગમાં, રહ્યો છે ચલાવી આ સૃષ્ટિ તો જેણે
અમાપ એવા આકાશમાં, રાખ્યા ફરતા અગણિત તારા કોણે
જગના શ્વાસેશ્વાસ, ને સકળ કર્મનો હિસાબ, છે પાસે એણે
આ જગના અગણિત જીવોની, કરી છે રક્ષા કોણે રે
અણુ અણુમાં રહી, વ્યાપ્યો છે જે વિરાટમાં, એણે
અગણિત જીવોની, તૃષા-ક્ષુધા છિપાવી છે કોણે
જે સદા જગમાં જનમી, રહ્યો છે સદા અજન્મા, એણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)