થાતો ના ઉતાવળો તું એટલો, કે બાજી બગડી જાય
બનતો ના બહાવરો તું એટલો, કે મૂરખમાં ખપી જાય
નમી ના પડતો તું એટલો, કે નિર્બળમાં ખપી જાય
ક્રોધ ના કરતો તું એટલો, કે સહુ દુશ્મન બની જાય
વિચલિત ના થાતો તું એટલો, કે જીવનમાં પાછો પડી જાય
માયામાં ના ડૂબતો તું એટલો, કે બહાર ના નીકળી શકાય
ખાતો ના દિનમાં તું એટલું, કે પચાવી ના શકાય
મનને ફરતું ન રાખ તું એટલું, કે સ્થિર કરી ના શકાય
તનની પંપાળ ના કરતો એટલી, કે ધ્યાનમાં એ બાધા બની જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)